પંજાબ પોલીસે કરી અમૃતપાલ સિંહની ધડપકડ
Live TV
-
ભાગેડુ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને પંજાબ પોલીસ દ્વારા વહેલી સવારે પોણા 7 વાગ્યે 36 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી. છેલ્લા 36 દિવસથી ભાગેડુ અમૃતપાલની પંજાબ પોલીસ શોધખોળ કરી રહી હતી. સમગ્ર મામલે પંજાબ પોલીસે ખાલીસ્તાની સમર્થક અમૃતપાલની ધરપકડ મામલે નિવેદન આપતા કહ્યુ કે આજે વહેલી સવારે રોડે ગામના સ્થાનિકો પાસેથી ઈનપુટ મળતાની સાથે ખુબ સફળતાપૂર્વક તેને ચો તરફથી ઘેરી સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ, સાથે જ પોલીસે જણાવ્યું કે અમૃતપાલને આસામની દિબ્રુગઢ જેલમાં મુકવામાં આવશે. અમૃતપાલે પંજાબના અજનલા પોલીસ સ્ટેશન પર 23 ફેબ્રુઆરીએ પોતાના એક સમર્થકને છોડાવવા માટે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તેને શોધી રહી હતી.
