પવિત્ર કેદારનાથ અને યમુનોત્રી ધામના કપાટ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે બંધ
Live TV
-
ઉત્તરાખંડમાં પવિત્ર કેદારનાથ અને યમુનોત્રી ધામના કપાટ આજે ભાઈબીજના દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે બંધ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડના ગઢવાલ સ્થિત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરો દર વર્ષે શિયાળામાં બરફથી ઢંકાઈ જતાં હોવાથી બંધ કરવામાં આવે છે.
આ વર્ષે 19 લાખ 57 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથની અને 7 લાખથી વધુ લોકોએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી હતી.
