મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢમાં બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત
Live TV
-
અમિત શાહે છત્તીસગઢના જાંજગીર-ચાંપામાં સંબોધી જાહેર સભા જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેમેટારા અને બાલોડા બજારમાં પ્રચાર કર્યો.
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના મતદાન માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટીના કેટલાય વરિષ્ઠ નેતા આજે મધ્યપ્રદેશનાં વિવિધ જિલ્લાઓમાં જાહેર સભા યોજી હતી.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, જ્યોતિરાદિત્યસિંહ સિંધિયા, સ્મૃતિ ઈરાની અને મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાર્ટીના ઉમેદવારોના પ્રચારના સમર્થન માટે જોર લગાવી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધીએ જાહેર સભા યોજી પ્રજાને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.
જ્યાં, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે, તો બીજી તરફ છત્તીસગઢમાં પણ ચૂંટણી પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ હતો. આજે તમામ પાર્ટીઓનો પ્રચાર અભિયાન ચરમસીમાએ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના સાજા અને જાંજગીર-ચાંપામાં જાહેર સભા યોજી હતી અને કહ્યું, કોંગ્રેસના તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારને પાછળ છોડીને છત્તીસગઢ હવે પરિવર્તન માટે તૈયાર છે. જ્યારે રાહુલ ગાંધીએ છત્તીસગઢના બેમેટારા અને બાલોડા બજારમાં ચૂંટણી રણમેદાને ઉતરી ચૂંટણીલક્ષી પ્રચાર કર્યો હતો.
