Skip to main content
Settings Settings for Dark

પશ્રિમ બંગાળ અને આસામમાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ 

Live TV

X
  • પ્રથમ ચરણમાં પશ્રિમ બંગાળમાં 30 અને આસામમાં 46 બેઠકો માટે આ મહિનાની 27મી તારીખે મતદાન થશે

    પશ્રિમ બંગાળ અને આસામમાં પ્રથમ ચરણની ચૂટણી માટે અધિસુચના જાહેર થયાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે. પ્રથમ ચરણમાં પશ્રિમ બંગાળમાં 30 અને આસામમાં 46 બેઠકો માટે આ મહિનાની 27મી તારીખે મતદાન થશે. જેમાં 9મી  માર્ચ સુધી ઉમેદવારી કરી શકાશે. આવતીકાલે ઉમેદવારી પત્રની ચકાસણી થશે. જ્યારે 12મી માર્ચ સુધીમાં ઉમેદવારી પાછી ખેચી શકાશે. આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી હાથ ધરાશે. આ માટે 80 લાખ મતદારો પોતાના મતાધીકારનો ઉપયોગ કરશે. પશ્રિમ બંગાળમાં રાજકીય પક્ષો પોતાની તૈયારીને અંતિમ રૂપ આપવામાં લાગ્યા છે. જો  કે કોંગ્રેસ પોતાના આંતરીક વિવાદ રોકી શક્યું નથી.  

    કુરકુરા શરીફના અબ્બાસ સીદીકીના કોંગ્રેસના સાથેના ગઠબંધન સબંધે પાર્ટીમાં વિવાદ છેડાયો છે. આ નિર્ણયથી પાર્ટીમાં પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. વિરોધીઓ આ મુદે આરોપ લગાવી રહ્યાં છે. ભાજપે આ ગઠબંધનને ઠગ ગઠબંધન ગણાવતા કહ્યું કે પરિવારને પ્રાસંગીક બનાવી રાખવા માટે કોંગ્રેસ ગઠબંધનનો સહારો લઇ રહ્યું છે. આ વિવાદ અસંતુષ્ટ નેતા તરીકે માનવામાં આવતા કોંગ્રેસ નેતા આનંદ શર્માના ટ્વીટથી શરૂ થયો છે. જેમા તેમણે ગઠબંધનના નિર્ણય ઉપર પ્રશ્ર ઉઠાવી પાર્ટીની નિતિ ઉપર હુમલો કર્યો છે.  આનંદ શર્માએ ટ્વીટ કર્યું કે આઇ. એસ. એફ. અને અન્ય પાર્ટીઓ સાથે કોંગ્રેસનું ગઠબંધન પાર્ટીની નિતિની વિચારધારા ગાંધીવાદ અને નેહરૂવાદની ધર્મ નિરપેક્ષતાની વિરુધ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply