Skip to main content
Settings Settings for Dark

SBIએ ગૃહ નિર્માણ લોનના વ્યાજ દર ઘટાડ્યા

Live TV

X
  • જાહેરાત અનુસાર 75 લાખ સુધીની લોન માટે 6.7 અને 75 લાખથી વધુની લોન ઉપર 6.75 ટકા વ્યાજ લાગુ પડશે

    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ગૃહ નિર્માણ લોનના વ્યાજ દરને ઘટાડીને 6.7 ટકા કર્યા છે. બેંકે કરેલી જાહેરાત અનુસાર 75 લાખ સુધીની લોન માટે 6.7 અને 75 લાખથી વધુની લોન ઉપર 6.75 ટકા વ્યાજ લાગુ પડશે. વ્યાજ પરની આ છૂટછાટ લોનની રકમ અને ધિરાણ લેનારના સીબીલ સ્કોર પર આધારિત રહેશે. આ ઓફર સમગ્ર માર્ચ માસ દરમિયાન એટલે કે 31 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે અને આ સમય ગાળામાં પ્રોસેસિંગ ફી ઉપર માફી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકો યોનો એપ્લિકેશન દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. તેમને 5 બેઝીસ પોઈન્ટની વધારાની વ્યાજની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ લોન લેનાર મહિલાઓને વધારાના 5 બેઝીસ પોઈન્ટની છૂટ આપવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply