પુડુચેરી: વર્તમાન સરકારનો ફ્લોર ટેસ્ટ કરાયો, CM નારાયણસામી ન કરી શક્યા બહુમતિ સાબિત
Live TV
-
પુડુચેરી ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસનું ભવિષ્ય નક્કી કરવા માટે સોમવારે સવારે એક દિવસીય વિશેષ સત્ર યોજાયું હતું, જેમાં વર્તમાન સરકારનો ફ્લોર ટેસ્ટ કરાયો હતો. જો કે, CM નારાયણસામી બહુમતિ સાબિત કરી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે, વિશેષ સત્રમાં મુખ્યમંત્રી વી. નારાયણસામીએ ગૃહમાં વિશ્વાસનો મત રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહને કહ્યું કે તેમની સરકાર પાસે બહુમતી છે. જોકે, પાછળથી આજે નારાયણસામીની સરકાર બહુમતી ગુમાવી દીધી હતી અને તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કુલ 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તો વી.નારાયણસામીએ શક્તિ પરીક્ષણ પહેલા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી તો ડી.એમ.કે ધારાસભ્ય કે. વેંકટેંશનને પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે.
