પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો
Live TV
-
ધેમાજી જીલ્લામાં સિલાપત્થરમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામને વિવિધ પરીયોજનાઓની ભેટ આપી છે. તેમણે આસામના સુઆલકુચી એન્જીનીયરીંગ કોલેજનો શિલાન્યાસ કર્યો છે. આ કોલેજનું નિર્માણ 116 વીઘા જમીન પર થયુ છે જેમાં 55 લાખ રુપીયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે ઈન્ડીયન ઓઈલની બોંગઈ ગામ રીફાઈનરીનુ પણ ઉદ્દ્ઘાટન કર્યુ હતુ. આસામના હેબડા ગામ સ્થીત એક ગેસ કમ્પ્રેસન સ્ટેશન રાષ્ટ્રને સમર્પીત કર્યુ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે તેમને ત્રીજી વખત ધેમાજી જીલ્લામાં આવવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. તેમણે ધેમાજી જીલ્લામાં સિલાપત્થરમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરી હતી.
આ વિવિધ પરીયોજનાઓથી સ્થાનીક યુવાનોમા રોજગારી પ્રાપ્ત થશે. તેમણે નોર્થ ઈસ્ટ રાજ્યો દેશના વિકાસ માટે ગ્રોથ એન્જીન બની રહેશે તેવુ જણાવ્યુ હતુ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાન તથા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થીત રહ્યા હતા. હવે પછી પ્રધાનમંત્રી બંગાળના હુગલીમાં કેટલીક રેલ્વે પરિયોજનાઓનું તેમજ નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલ્વેના લંબાયેલા માર્ગનું પણ તેઓ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી કાલિકુંડા અને ઝારગ્રામ વચ્ચે 132 કિલોમીટર લાંબા ખડગપુર- આદિત્યપુર રેલમાર્ગ પર 30 કિલોમીટર લાંબી ત્રીજી લાઇનનું પણ ઉદઘાટન કરશે. જેની પાછળ અંદાજે એક હજાર 312 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
