Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ ઘોષણા અંતર્ગત રક્ષામંત્રાલયના એક વેબિનારને સંબોધિત કર્યુ

Live TV

X
  • આજે ભારત વિશ્વમાં સૌથી વધુ હથીયાર ખરિદતો દેશ છે: PM મોદી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ ઘોષણા અંતર્ગત રક્ષામંત્રાલયના એક વેબિનારને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે રક્ષા ક્ષેત્રમાં ભારત કેવી રીતે આત્મનિર્ભર બની શકે તે અંગે ચર્ચા કરી હતી. આઝાદી પહેલા ભારતમાં મોટાપાયે હથીયારો બનાવતી ફેક્ટરીઓ હતી અને બન્ને વિશ્વયુધ્ધમાં ભારતમાં બનેલા હથીયારો મોકલવામાં આવ્યા હતા. આજે ભારત વિશ્વમાં સૌથી વધુ હથીયાર ખરિદતો દેશ છે. ભારતના લોકોમાં ટેલેન્ટની કમી નથી. તેમણે કોરોનાને લઈને કહ્યું કે જ્યારે કોરોનાની શરુઆત થઈ ત્યારે ભારત એકપણ વેન્ટીલેટર નહોતો બનાવતો પરંતુ આજ ભારત હજારો વેન્ટીલેટર બનાવી રહ્યુ છે.

    આજે ભારતનું વાયુક્ષેત્ર વધુ મજબુત બન્યુ છે. પહેલા દેશના જવાનોને બુલેટપ્રુફ જેકેટ માટે રાહ જોવી પડતી હતી જયારે આજે દેશમાં હજારો બુલેટ પ્રુફ જેકેટ બની રહ્યા છે અને વિશ્વને પણ આ જેકેટ સપ્લાય કરી રહ્યા છીએ. આજે કેપીટલ આઉટલેટમાં 99 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજે દેશમાં જ વિવિધ હથીયારોનુ મેન્યુફેક્ચર થઈ રહ્યુ છે. નવા વિચારોની સાથે યુવાનો જોડાયા છે તો આજે સુરક્ષાનો વિસ્તાર જીવનના દરેક ક્ષેત્રે મહત્વનો બન્યો છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply