પુડ્ડુચેરીમાં આજે થશે ફ્લોર ટેસ્ટ, કોંગ્રેસે સાબીત કરવી પડશે બહુમતી
Live TV
-
પુડ્ડુચેરીમાં આગામી એપ્રિલ, મે મહીનામાં વિધાનસભાની ચુટંણીઓ યોજાવાની છે.
કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર પર સંકટ જોવા મળી રહ્યુ છે. આજે સદનમા કોંગ્રેસ પાર્ટીએ બહુમતી સાબીત કરવાની રહેશે. મુખ્યમંત્રી વી.નારાયણસામીની આગેવાનીવાળી કોંગ્રેસની ગઠબંધનની સરકારના ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસ પાર્ટી રાજકીય સંકટમાં આવી ગઈ છે. ગઠબંધનના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું. પુડ્ડુચેરીમાં આગામી એપ્રિલ, મે મહીનામા વિધાનસભાની ચુટંણીઓ યોજાવાની છે. કોંગ્રેસના કુલ 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તો વી.નારાયણસામીએ શક્તીપરીક્ષણ પહેલા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તો ડી.એમ.કે ધારાસભ્ય કે. વેંકટેશનને પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આવામાં કોંગ્રેસને બહુમત સાબીત કરવાનું કામ મુશ્કેલ થઇ ગયું છે.
