Skip to main content
Settings Settings for Dark

રાજ્યની 6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન પૂર્ણ, અમદાવાદમાં નોંધાયુ સૌથી ઓછુ મતદાન 

Live TV

X
  • રાજ્યમાં સરેરાશ મતદાન 42 ટકા થયું છે

    રાજ્યમાં છ મહાનગર પાલિકાઓમાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન યોજાયું હતું. રાજ્યમાં સરેરાશ મતદાન 45.64 ટકા થયું છે. જેમાં જામનગરમાં સૌથી વધુ 53.64 ટકા, રાજકોટમાં 50.75 ટકા, ભાવનગરમાં 49.47 ટકા, વડોદરામાં 47.99 ટકા, સુરતમાં 45.51 ટકા અને અમદાવાદમાં 42.51 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 6 મહાનગર પાલિકા માટે તેમજ જૂનાગઢની બે પેટા ચૂંટણીમાં શાંતિપૂર્વક માહોલમાં મતદાન થયું  હતું. તે અંગેની જાણકારી રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે આપી હતી. આ જ રીતે શાંતિપૂર્વક માહોલમાં જિલ્લા પંચાયત - તાલુકા પંચાયત અને નગર પાલિકામાં મતદાન કરવા ચૂંટણી કમિશનરે અપીલ કરી હતી. તેમણે મતદાન કામગીરીમાં જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply