પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની બ્રેઈન સર્જરી કરાઈ, અત્યારે વેન્ટિલેટર સપોર્ટ પર
Live TV
-
સોમવારે પ્રણવ મુખર્જીએ તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનો ટ્વીટ કરીને આપી હતી માહિતી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દિલ્હી સ્થિત સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં બ્રેઈન સર્જરી કરવામાં આવી છે. પ્રણવ મુખર્જી અત્યારે વેન્ટિલેટર સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ અગાઉ 84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાથી તેમને દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીની સારવાર માટે તબીબોની એક ટીમ સતત ખડેપગે છે.
આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રણવ મુખર્જી જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી તેમની પુત્રી શર્મિષ્ટા મુખર્જી સાથે વાતચીત કરી હતી. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આર એન્ડ આર હોસ્પિટલ પહોંચ્યા હતા. અને પૂર્વ રાષ્ટ્રપતિ મુખર્જીની તબિયતની પૃચ્છા કરી હતી. તેઓ ત્યાં 20 મિનિટ રોકાયા હતા.
