પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 4 મહત્વના નિર્ણયોને મંજૂરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 4 મહત્વના નિર્ણયોને મંજૂરી અપાઈ છે. કેબિનેટના નિર્ણયો અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટે રાષ્ટ્રીય ઓફશોર એક્સપ્લોરેશન યોજના - સમુદ્ર મંથનને મંજૂરી આપી છે. ઉપરાંત રૂપિયા 36 હજાર 441 કરોડના ખર્ચે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનના વધારાને પણ મંજૂરી આપી છે. જેના થકી પાયાના સ્તરથી માંડીને ઓલિમ્પિક સુધી સમગ્ર ભારતમાં તાલીમ સુવિધાઓના નિર્માણને ટેકો આપવામાં આવશે. સાથે જ મંત્રીમંડળે ઉર્જા સંગ્રહ પ્રણાલીઓ સાથે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના PM-SSY ને મંજૂરી આપી છે.
