લોકસભામાં સતત ચાલી રહેલા વિપક્ષના ઘોંઘાટ વચ્ચે જન્મ અને મરણ રજિસ્ટ્રેશન બિલ 2026 ધ્વનિ મત સાથે પસાર
Live TV
-
વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહ 3 ઓગસ્ટ સુધી સ્થગિત કરાયા છે. આજે લોકસભામાં સતત ચાલી રહેલા વિપક્ષના ઘોંઘાટ વચ્ચે જન્મ અને મરણ રજિસ્ટ્રેશન બિલ 2026 ધ્વનિ મત સાથે પસાર કરાયું હતું. તે દરમિયાન સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે, આ મહત્વનું બિલ પસાર થયું છે, બિઝનેસ એડવાઇઝરી કમિટીએ ચર્ચા માટે સમય પણ નક્કી કર્યો છે. ત્યારે કોંગ્રેસના સભ્યો હોબાળો ન કરે , પરંતુ ચર્ચામાં સહયોગ કરે. તો રાજયસભામાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પરની સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષી સભ્યોની ટીકા કરતા કહ્યું કે તેઓ દરેક મુદ્દાને વિક્ષેપિત કરી રહ્યા છે અને ચર્ચા ટાળી રહ્યા છે.
