Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી જનધન ખાતાઓની સંખ્યા પ્રથમ વખત પહોંચી 50 કરોડને પાર

Live TV

X
  • ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં 67 ટકા ખાતા ખોલાયા

    પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ બેંક ખાતાઓની કુલ સંખ્યા આ મહિનાની શરૂઆતમાં 50 કરોડને વટાવી ગઈ છે, સરકારે શુક્રવારે એક રિલીઝમાં જણાવ્યું હતું.બેંકો દ્વારા સબમિટ કરવામાં આવેલા તાજેતરના અહેવાલો મુજબ, 9મી ઓગસ્ટ 2023 સુધીમાં જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે. આ ખાતાઓમાંથી 56 ટકા ખાતા મહિલાઓના છે અને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારમાં ખોલાયા 67 ટકા ખાતા ખોલવામાં આવ્યા છે. 

    મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ ખાતાઓમાં જમા રકમ 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ છે અને આ ખાતાઓમાં લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફતમાં જારી કરવામાં આવ્યા છે. PMJDY ખાતામાં સરેરાશ બેલેન્સ રૂ. 4,076 છે અને 5.5 કરોડથી વધુ PMJDY ખાતાઓને DBT લાભો મળી રહ્યા છેઝીરો-બેલેન્સ જન ધન બેંક એકાઉન્ટ ધારકને ડેબિટ કાર્ડ આપવામાં આવ્યું હતું અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે 1 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવ્યો હતો.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 માં તેમના પ્રથમ લાલ કિલ્લાના સંબોધનમાં કરેલી મુખ્ય ઘોષણાઓમાં 'પ્રધાનમંત્રી જન-ધન યોજના' હતી, જેનો ઉદ્દેશ્ય નાગરિકોના નાણાકીય સમાવેશ અને બેંક વગરના લોકોને બેંકિંગ કરવાનો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply