પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. બાલાસાહેબ વિખે પાટિલની આત્મકથાનું વિમોચન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફર્ન્સના માધ્યમથી ડૉક્ટર બાલાસાહેબ વિખે પાટિલની આત્મકથા દેહ વીચવા કરણીનું વિમોચન કર્યું હતું. સાથે જ પ્રધાનમંત્રીના હસ્તે પ્રવર રુરલ એજ્યુકેશન સોસાયટીનું નામ બદલીને ડૉક્ટર બાલા સાહેબ વિખે પાટિલ પ્રવર રુરલ એજ્યુકેશન સોસાયટી કરવામાં આવ્યું.
વર્ચુઅલ માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાધાકૃષ્ણ વિખે પાટિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ગરીબોનું જીવન સરળ બનાવવાનો વિખે પાટિલનો મૂળ મંત્ર રહ્યો હતો. તેમણે રાજકારણથી હંમેશા સમાજની ભલાઈ માટે કામ કર્યું.અને વિખે પાટિલનો આ જ વિચાર તેમને બીજાથી અલગ કરતી હતી.તેઓ દરેક પાર્ટીમાં સન્માનિય હતા.અને તેમનું જીવન તમામને પ્રેરણા આપનારું હતું.
