વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા 73 હજાર કરોડની પાંચ યોજનાઓની ઘોષણા કરવામાં આવી
Live TV
-
નાણા મંત્રી નિર્મલા સીતારમને દેશમાં વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા તેમજ ગ્રાહકોની માંગમાં વધારો કરવા માટે 73 હજાર કરોડ રૂપિયા સુધીની વૃદ્ધિ માટે પાંચ મોટી યોજનાઓની ઘોષણા કરી છે.
નાણા મંત્રીએ દેશમાં માંગને વધારવા માટે કેટલાક નવા પ્રસ્તાવો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નાણામંત્રાલય સતત માંગને વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. જેથી ગ્રાહકોની માંગને વધારવા માટે એલ.ટી.સી. રોકડ વાઉચર યોજના અને વિશેષ તહેવાર અગ્રિમ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા મૂડી ખર્ચ માટે વધારે 37 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. તો કેન્દ્રીય કર્મચારીઓને એલ.ટી.સી. સ્કીમ અંતર્ગત બ્લોક 2018-2021 હેઠળ દસ દિવસની રજાને બદલે રોકડ ચુકવણી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે લગભગ પાંચ હજાર 675 કરોડ રૂપિયા ખર્ચ કરવાના રહેશે. જો રાજ્ય સરકારો પણ આ તમામ પ્રસ્તાવોને આ રીતે લાગુ કરશે તો દેશ માં 28 હજાર કરોડ રૂપિયાની ગ્રાહક માંગનું સર્જન થઈ શકે છે.
નાણામંત્રીએ જણાવ્યું કે, રાજ્યો દ્વારા અપનાવવામાં આવે તો વધુ આઠ હજાર કરોડ રૂપિયાની માંગ ઊભી થાય તેમ છે. તેમણે મૂડી ખર્ચ હેઠળ રાજ્યોની વિશેષ સહાયતા માટેની જાહેરાત અંગે જણાવ્યું કે, 50 વર્ષની ચૂકવણીની મુદત અને 12 હજાર કરોડ રૂપિયાની વિશેષ વ્યાજ મુક્ત લોનનું વિતરણ કરવામાં આવશે.
