પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકો સાથે કર્યો સીધો સંવાદ
Live TV
-
પ્રધાનમંત્રીએ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે ત્યારે રન ફોર યુનિટીમાં ઉમંગભેર ભાગ લેવા દેશવાસીઓને આહવાન કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. મન કી બાત માસિક કાર્યક્રમના 49મા સંસ્કરણમાં પ્રધાનમંત્રીએ 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે ત્યારે રન ફોર યુનિટીમાં ઉમંગભેર ભાગ લેવા દેશવાસીઓને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે તમામ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પેરા અને યુથ ઓલિમ્પિક્સના વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા હતા તેમજ સામાજિક સેવા ક્ષેત્રે પ્રદાન બદલ આઈટી પ્રોફેશનલ્સની પણ પ્રશંસા કરી હતી.
