Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ કરી આકાશવાણી પર મન કી બાત, આઝાદીમાં સરદાર પટેલની ભૂમિકાને કરી યાદ

Live TV

X
  • 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરીને સરદાર પટેલને આપીશું સાચી શ્રદ્ધાંજલિ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મન કી બાત કાર્યક્રમમાં સંબોધનની શરૂઆત 31મી ઓક્ટોબરે આવી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિની યાદ અપાવીને કરી હતી. તેમણે તે દિવસે આયોજિત રન ફોર યુનિટીમાં મોટી સંખ્યામાં ભાગ લેવા દેશવાસીઓને આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે.31મી ઓક્ટોબરે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પૂણ્યતિથી આવી રહી છે. તે વાતની યાદ અપાવતા પ્રધાનમંત્રી મોદીએ તેમને પણ અંજલિ આપતાં ઇન્ફન્ટી ડે ના મહત્વની વાત સમજાવી હતી. ઓક્ટોબર 1947માં કાશ્મીરમાં હાથ ધરાયેલા સૈન્ય અભિયાનમાં સરદાર પટેલની રહેલી ભૂમિકાની પણ યાદ અપાવી હતી.સમર યુથ ઓલિમ્પિક્સ 2018, એશિયન - પેરા ગેમ્સ 2018, એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ યુવા ખેલાડીઓને બિરદાવ્યા હતા. પેરા એથલેટ નારાયણ ઠાકુરે સુર્વણ પદક હાંસલ કરીને મેળવેલી સિદ્ધિની ખાસ નોંધ લીધી હતી.તાજેતરમાં જ લોન્ચ થયેલા સેલ્ફ ફોર સોસાયટી, માય ગવ પોર્ટલની વાત કરતાં આઈ યુવા વ્યવસાયીઓ વિવિધ મોરચે કેવી સામાજિક સેવા પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની વાત માંડીને કરી હતી. પોર્ટલ આવા આઈટી વ્યવસાયીઓને સામાજિક પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવા લોન્ચ થયું છે.મન કી બાત કાર્યક્રમના એક શ્રોતાએ કરેલા સૂચનને માનીને પ્રધાનમંત્રી મોદીએ ભારતની જનજાતિઓ, તેમના રીતરીવાજ અને વન્યજીવન સાથે સરજીવનની પરંપરાની વાત પણ માંડીને કરી હતી. મધ્ય ભારત અને રાજસ્થાનની બિશનોઈ, ભીલ અને કોલ સહિત જનજાતિઓના વન્યજીવન પ્રેમની વાત કરી હતી.11 નવેમ્બરે આવનાર વિશ્વ શાંતિ દિવસની ઉજવણી થવાની છે. તેની પણ પ્રધાનમંત્રીએ યાદ અપાવી હતી. 100 વર્ષ પહેલાં પ્રથમ વિશ્વ યુદ્ધ પુરૂ થયાની યાદમાં આ દિવસમાં મનાવવામાં આવે છે.પ્રધાનમંત્રીએ દેશના ઉત્તર-પૂર્વ ક્ષેત્રે જાળવી રાખેલા વારસા અને મેળવેલી સિદ્ધિની માંડીને વાત પણ કરી હતી. સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ મોરચે સિક્કીમે સંયુક્ત રાષ્ટ્રના એક સંગઠન તરફથી એવોર્ડ જીત્યો હોવાના મુદ્દે પ્રધાનમંત્રી સિક્કીમને બિરદાવાનું પણ ચૂક્યા નહોતા.નવેમ્બર મહિનામાં દેશવાસીઓ દિવાળી સહિતના તહેવારોની ઉજવણીમાં ડૂબી જશે. પ્રધાનમંત્રીએ તે તહેવારો નિમિત્તે પણ દેશવાસીઓને શુભેચ્છા આપી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply