Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સશક્તિકરણ કૌશલ્ય અને શિક્ષણ પર વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સશક્તિકરણ કૌશલ્ય અને શિક્ષણ પર વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઈ-લર્નિંગ અને સ્કિલિંગ પર ભાર મૂક્યો હતો. સંબોધન કરતાં તેમણે કહ્યું કે ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પર 3 કરોડ સભ્યો છે. જેના દ્વારા યુવાનોને સ્થાનિક ભાષામાં શિક્ષણ મળી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમૃતકાલના પ્રથમ બજેટમાં યુવાનોના ભવિષ્યને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ વેબિનાર કેન્દ્રીય બજેટ-2023 માં ઉલ્લેખિત સપ્તઋષિ પ્રાથમિકતાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા આયોજન કરાયું હતું. જે સરકાર દ્વારા આયોજિત 12 પોસ્ટ બજેટ વેબિનારની શ્રેણીનો એક ભાગ છે. સાથોસાથ,  જેમાં કેન્દ્ર સરકારના મંત્રાલયોના સંબંધિત મંત્રીઓ, રાજ્ય સરકારોના શિક્ષણ અને કૌશલ્ય વિભાગના હિતધારકો, શાળા અને યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply