પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી ફરકાવ્યો તિરંગો
Live TV
-
સમગ્ર દેશમાં 74માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, તિરંગો ફરકાવ્યા પહેલાં પ્રધાનમંત્રીએ રાજઘાટ પર બાપૂને અર્પી શ્રદ્ધાંજલિ
સમગ્ર દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્ધ્વજ ફરકાવ્યો હતો. આ અગાઉ પ્રધાનમંત્રીએ રાજઘાટ પહોંચીને બાપૂને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી ધ્વજવંદન માટે લાલ કિલ્લા ખાતે પહોંચતા સંરક્ષણમંત્રી અને સંરક્ષણ સચિવે તેમને આવકાર્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું. ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા બાદ પ્રધાનમંત્રી લાલકિલ્લાની પ્રાચીર પર પહોંચ્યા હતા. ચીફ ઓફ ડિફેન્સ બીપીન રાવતે તેમને લાલ કિલ્લા પર આવકાર્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ લાલકિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત સાતમી વાર લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે લાલકિલ્લા ખાતે માત્ર નિમંત્રિત મહાનુભવો જ ઉપસ્થિત રહ્યા હતા. એનસીસીની ત્રણેય પાંખના 500 કેડેટ્સ, સૈન્યની ત્રણેય પાંખના જવાનો અને દિલ્હી પોલીસ ધ્વજવંદન અને સલામી માટે ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ધામધૂમથી ઉજવાતા સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વર્ષે જરા અલગ રીતે થઇ હતી. કોરોના મહામારીના કારણે ઉપસ્થિત તમામ અગ્રણીઓની બેઠક વ્યવસ્થા સોશ્યિલ ડિસ્ટન્સના પાલન સાથે ગોઠવવામાં આવી હતી.
