Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલના માધ્યમથી દેશના 71 હજાર  સરકારી નિયુક્તિ પત્રો કર્યા એનાયત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લગભગ 71 હજાર નવા ભરતી પામેલ લોકોને નિયુક્તિ પત્ર સોંપ્યા. આ અવસરે પ્રધાનમંત્રીએ નવનિયુક્ત કર્મીઓને પણ સંબોધિત કર્યા.આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે.  દેશભરમાંથી પસંદગી પામેલ નવનિયુક્ત કર્મીઓની ભારત સરકાર અંતર્ગત ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સિનિયર કોમર્શિયલ સહ ટિકીટ ક્લાર્ક, વરિષ્ઠ વાણિજ્ય ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, ડાક સહાયક, ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ સહાયક, સિનિયર ડ્રાફ્ટ્સમેન, સહાયક પ્રોફેસર, શિક્ષક, પુસ્તકાલય અધ્યક્ષ, નર્સ, એમટીએસ અને અન્ય જેવા પદો ઉપર પસંદગી પામેલા કર્મચારીઓને નિમણૂક પત્રો આપી નોકરી સુનિશ્ચિત કરવામાં આવી..આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે યુવાઓની સામે અનેક એવા સેક્ટર્સ ખૂલી ગયા છે જે 10 વર્ષ પહેલા યુવાઓ સામે ઉપલબ્ધ જ નહોતા.ભારતમાં 40 લાખથી વધુ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ સેક્ટર્સમાં નોકરીનું સર્જન થયું છે.

    આ પ્રસંગે અમદાવાદના શાહીબાગ ખાતે સરદાર વલ્લભાઈ પટેલ નેશનલ મેમોરિયલ ખાતે કેન્દ્રીય મંત્રી અશ્વીની કુમાર ચૌબેની ઉપસ્થિતિમાં નવનિયુક્ત કર્મચારીઓને નિયુક્તિપત્રો આપવામાં આવ્યા હતા.પશ્ચિમ રેલવે ના કાર્યક્ષેત્ર હેઠળના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને રતલામ ખાતે નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા...પશ્ચિમ રેલવેમાં 4,360 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા...આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ.કિરિટ સોલંકી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદના મેયર કિરિટ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply