પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઉદઘાટન
Live TV
-
લોકાર્પણ બાદ રોજ 15,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત તો તેમના માટે મ્યુઝિયમ, નૌકા વીહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્વપ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયું હતું જે 48 મહિનાના સમયમાં સાકાર થયું છે. 182 મીટર ઊંચી સરદારની પ્રતિમાનું ઉદઘાટન પ્રધાનમંત્રી 31મી ઓક્ટોબરે કરશે.લોકાર્પણ બાદ રોજ 15,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. તેમના માટે મ્યુઝિયમ, નૌકા વીહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ભારતમાં આવનાર દરેક વિદેશી પ્રવાસીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. અત્યાર સુધી કેવડીયામાં સામાન્ય પ્રવાસીઓના રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હતી, જેથી તાત્કાલીક ધોરણે નર્મદા ડેમનાં તળાવ નં.3 અને 4ના કિનારે કાયમી ટેન્ટ સીટી નર્મદા ઉભી કરાઈ છે, જેમાં કુલ મળીને 250 ટેન્ટ ઉભા કરાયા છે. જ્યારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ માટે આધુનિક સુવિધાથી સજ્જ ખાસ રજવાડી ટેન્ટ પણ નિર્માણ કરાશે.
