પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમીલનાડુમાં અનેક વિકાસ કાર્યો અને યોજનાઓનું લોકાર્પણ કરશે
Live TV
-
1 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા નવા થર્મલ પાવર યોજના નવ્યેલીને રાષ્ટ્રને સમર્પીત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમીલનાડુની મુલાકાતે જવાના છે. તે દરમિયાન તેઓ આત્મનિર્ભર ભારતની તરફ એક ડગલું આગળ વધાવતા 1 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા નવા થર્મલ પાવર યોજના નવ્યેલીને રાષ્ટ્રને સમર્પીત કરશે. જેનાથી ન માત્ર તમીલનાડુ પરંતુ તમીલનાડુના બોર્ડરનાં રાજ્યો જેમાં કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલગાંણા અને પોડુંચેરીને પણ ફાયદો થશે. જે સિવાય પ્રધાનમંત્રી મોદી 2617 એકરમાં ફેલાયેલા 709 મેગાવોટનો સૌરઉર્જા પ્રોજેક્ટ દેશને સમર્પીત કરશે. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત બંદરગાહો અને આધુનિકની સાથે વિકસીત બનાવવાનાં ઉદ્દેશ્ય સાથે ચિદ્મબરનાર બંદર પર 8 લેનનાં કોરામપલ્લ્મ બ્રિજ અને રેલ્વે ઓવરબ્રિજનું પણ ઉદ્ધાટન કરશે.
સાથે જ 5 મેગાવોટ અને સૌરઉર્જા આધારીત સંયંત્રની પણ સ્થાપ્નાની સાથે આધારશિલા મુકશે. આની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમીલનાડુ સ્લમ ક્લીયરન્સ બોર્ડ દ્વારા 330 કરોડનાં ખર્ચે તૈયાર થયેલા ટેનામેન્ટનુ પણ ઉદ્ધાટન કરશે. સાથે જ પ્રધાનમંત્રી કોઈમ્બતુર, સલેમ, મદુરઈ, ત્રીચ્યાપલ્લી, વેલ્લોર, તજ્જવોર સહિતનાં 9 સમાર્ટ શહેરોમાં કમાન્ડ અને કંટ્રોલરૂમના વિકાસની પણ આધારશિલા મુકશે. પ્રધાનમંત્રી કોઈમ્બતુરમાં એક વિશાળ જનસભાને પણ સંબોધીત કરશે.
