પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી "મેં નહીં હમ" નામનું પોર્ટલ અને એપ ખુલ્લી મુકશે
Live TV
-
વ્યવસાયીકો તથા ઉદ્યોગપતિઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશભરના ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ વ્યવસાયીકો તથા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરશે, જેમાં દેશભરના લગભગ 100 સ્થળોથી વ્યવસાયીકો ભાગ લેવાની આશા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી "મેં નહીં હમ" નામનું પોર્ટલ અને એપ ખુલ્લી મુકશે. "સેલ્ફ ફોર સોસાયટી"ની થીમ ઉપર કામ કરતા આ પોર્ટલ, IT સાથે જોડાયેલ વ્યવસાયીકો અને સંગઠનોને, સમાજ સેવા સાથે સંકળાયેલા તેમના પ્રયાસોને એક સાથે લાવવાનો મંચ ઉપલબ્ધ કરશે. આ માધ્યમથી ટેકનોલોજીનો લાભ, સમાજના નબળા લોકો સુધી પહોંચાડવાના સહયોગમાં ઝડપ લાવી શકાશે. આ પોર્ટલ દ્વારા સમાજના હિતમાં કામ કરવા ઈચ્છુક લોકોની વ્યાપક ભાગીદારીને ઉત્તેજન મળશે.
