પ્રધાનમંત્રી પાક વિમા યોજના : 2021-22 માટે 16 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી
Live TV
-
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વિમા યોજના 2021-22 માટે 16 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે,વધુ ફાળવણીના લીધે વધુ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળશે.
સરકારે આ વર્ષે પાક વીમા યોજના માટે બજેટમાં ત્રણ અબજ, પાંચ કરોડ રૂપિયા વધુ ફાળવીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2016માં શરૂ કરાયેલી આ પાક વીમા યોજનામાં વાવણી પહેલાના તબક્કાથી લઈને લણણી સુધીના બધા જ તબક્કામાં વિપરીત ઋતુના લીધે થનાર નુકસાન સામે ખેડૂતોને વીમા કવચ આપવામાં આવ્યું છે.
કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે,કેન્દ્ર સરકારે જરૂરિયાત મુજબ આ પાક વીમા યોજનામાં ફેરફારો કર્યા છે.
