બેટરી આધારીત વાહનોનો ઉપયોગ હવાનું પ્રદૂષણ ઘટાડવા મદદરૂપ:નીતિન ગડકરી
Live TV
-
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હવાનું પ્રદૂષણ ઘટાડવા બેટરી આધારીત વાહનોનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હવાનું પ્રદૂષણ ઘટાડવા બેટરી આધારીત તથા ઈથોનોલ જેવા વૈકલ્પીક ઈંધણ આધારીત વાહનોનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો છે.
ગઈકાલે તેમણે નાગપુરમાં સત્તાવાર વાહનના બદલે ઈલેક્ટ્રીક વાહનમાં મુસાફરી કરતા આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, નાગપુર મહાનગરપાલિકા વિસ્તારમાં બાયો સીએનજીવાળી 300 બસ ટુંક સમયમાં માર્ગ ઉપર ચલાવાશે.
બેટરી આધારીત વાહનોની કિંમત વાજબી બનાવવા વધુ ખર્ચાળ લિથીયમ આયન બેટરીના વિકલ્પ અંગે વિચારણા થઈ રહી છે.
