વૈશ્વિક મહામારીના વિરોધમાં ભારતમાં સફળ રસીકરણ
Live TV
-
દેશમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન જારી છે. રસીકરણ અભિયાન અંતર્ગત અત્યારસુધીમાં 57 લાખથી વધુ લોકોને રસી અપાઇ ચુકી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે માનવતાના કારણસર ભારત વિશ્વના દેશોને રસી આપી રહ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પુણેમાં કોવિડ રસીકરણ અને આત્મનિર્ભર ભારત પર રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન દેશમાં 20 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે. દેશમાં કોવિડની સ્થિતિ અને રસીકરણ અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ,કોવિડ સામેની લડતમાં દેશ સતત જીત તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં કોવિડના સક્રિય કેસની સંખ્યા ઘટીને 1 લાખ 51 હજાર સુધી પહોંચી ચુકી છે. દેશમાં રીકવરી રેટ વધીને 97.19 ટકા થઇ ચુક્યો છે અને મૃત્યુદર પણ ઘટીને 1.43 ટકા થયો છે.
