પ્રધાનમંત્રી મોદીએ 'આત્મનિર્ભર ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે તહેવારોની સિઝનમાં 'લોકલ ફોર લોકલ' માટે દેશવાસીઓને આહ્વાન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ થકી રાષ્ટ્ર નિર્માણ માટેના વિવિધ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મનકી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. જેમાં તેમણે મેક ઈન ઈન્ડીયાની વાત કરવાની સાથે દેશના નાગરિકોને દિવાળી પર્વ પર વોકલ ફોર લોકલ અભિયાન અતર્ગત સ્વદેશી વસ્તુ ખરીદવા પર ભાર આપવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ લોકોને દિવાળીની ખરીદી કરતી વખતે સ્થાનિક રીતે બનાવેલી ચીજવસ્તુઓનો સોર્સ કરવા આહ્વાન કર્યું હતું જેથી વેચાણકર્તાઓના જીવનમાં ઉજાસ આવે. ગાંધી જયંતિના અવસરે દિલ્હીમાં ખાદીનું રેકોર્ડ વેચાણ થયું તે અંગે તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં જનતાને સંબોધન કરતા સમગ્ર દેશવાશીઓને દિવાળી પર્વ પર સ્વદેશીને પ્રાધાન્ય આપીને દેશને પણ વધુ મજબુત બનાવવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોગલને પ્રાથમિકતા આપવા નાગરીકોને વિનંતી કરી હતી.
ઉપરાંત પ્રધાનમંત્રીએ મન કી બાતમાં સ્વચ્છતાને લઈને પણ સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યુ હતુ કે, નાગરિકોએ પોતાની આસપાસના મોહલ્લા, રસ્તા સહિત વસ્તુની સાફ સફાઈ રાખીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવો જોઈએ જેથી સ્વચ્છતા અભિયાનથી દેશના દરેક વિસ્તારને સ્વચ્છ બનાવી શકાય.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, કનોટ પ્લેસના એક ખાદી સ્ટોરમાં લોકોએ દોઢ કરોડ રૂપિયાથી વધુનો સામાન ખરીદ્યો હતો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે તેના અગાઉના તમામ વેચાણ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાદી ઉત્પાદનોનું વેચાણ લગભગ 1.25 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી રહ્યું છે તેની નોંધ લઈને પણ વડાપ્રધાનને આનંદ થયો. તેમણે નોંધ્યું કે ખાદીના વેચાણમાં વધારો એટલે તેનો લાભ શહેરો અને ગામડાઓમાં અસંખ્ય વર્ગ સુધી પહોંચે છે. તેમણે ઉમેર્યું હતું કે આયુર્વેદિક છોડ ઉગાડવામાં રોકાયેલા દેશના વણકરો, હસ્તકલા કારીગરો, ખેડૂતો અને કુટીર ઉદ્યોગોને આનો લાભ મળી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ 106મી વખત મનકી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધન કર્યુ હતુ જેમાં તેમણે રાષ્ટ્ર નિર્માણ માટેના વિવિધ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
