Skip to main content
Settings Settings for Dark

સ્થાનિક બજારમાં ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિ ટન 800 ડોલરનો લઘુત્તમ નિકાસ ભાવ નક્કી કર્યો

Live TV

X
  • ડુંગળીની નિકાસના જથ્થાને અંકુશમાં રાખીને સ્થાનિક ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે

    કેન્દ્રએ તેની સ્થાનિક સ્ટોક  જાળવી રાખવા માટે માટે ડુંગળીની નિકાસ પર પ્રતિ મેટ્રિક ટન 800 યુએસ ડોલરની લઘુત્તમ નિકાસ કિંમત જાહેર કરી છે. જે આ વર્ષે આજથી 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

    ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ડુંગળીની નિકાસના જથ્થાને અંકુશમાં રાખીને સ્થાનિક ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે રવી 2023ની ડુંગળીનો સંગ્રહિત જથ્થો ઘટી રહ્યો છે. .

    ડુંગળી પર મેટ્રિક ટન દીઠ 800 ડૉલરની લઘુત્તમ નિકાસ કિંમત આશરે 67 રૂપિયા પ્રતિ કિલોગ્રામમાં અનુવાદ કરે છે.

    તે ઉપરાંત, સરકારે બફર માટે વધારાના બે લાખ ટન ડુંગળીની ખરીદીની પણ જાહેરાત કરી છે, જે અગાઉથી સગ્રહ થયેલા 5 લાખ ટનથી પણ વધુ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply