પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કર્યા
Live TV
-
PM મોદીએ 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા દિવસની થનાર ઉજવણી તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11.00 કલાકે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે દિલ્લીમાં થયેલ ખાદીના રેકોર્ડ બ્રેક વેચાણની વાત કરી હતી. પીએમએ જણાવ્યું કે કનોટ પ્લેસમાં એક જ ખાદી સ્ટોરમાં એક જ દિવસમાં લોકોએ 1.5 કરોડ રૂપિયાથી વધુનો સામાન ખરીદ્યો હતો. પીએમએ ઉમેર્યું કે દસ વર્ષ પહેલા 30 હજાર કરોડ રૂપિયાથી ઓછું ખાદી ઉત્પાદનોનું વેચાણ થતું હતું, જે હવે વધીને લગભગ રૂ. 1.25 લાખ કરોડ સુધી પહોંચી રહ્યું છે. જે 'વોકલ ફોર લોકલ' અભિયાનની તાકાત છે અને તેને સૌ દેશવાસીઓનું સમર્થન પણ મળી રહ્યું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં આવનાર તહેવારોને લઈને ઉત્સાહની લાગણી વ્યક્ત કરી હતી.
PM મોદીએ આવતીકાલે એટલે કે 30મી ઓક્ટોબરના રોજ ગોવિંદ પુણ્યતિથિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ 31મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા દિવસની થનાર ઉજવણી તરફ લોકોનું ધ્યાન દોર્યું હતું. સાથે 31મી ઓક્ટોબરના રોજ પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીજી પુણ્યતિથિ હોવાથી તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તો 15મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે દેશ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરશે, તો પીએમએ આ વર્ષે સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણીની વાત કરી હતી. અને કહ્યું હતું કે મીરાંબાઈ આજે પણ દેશની માતાઓ, બહેનો અને દિકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવના સમાપન અંગે વાત કરતા કહ્યું હતું કે પવિત્ર માટીમાંથી ' અમૃત વાટિકા' બાંધવામાં આવશે. જે દેશની રાજધાનીના હૃદયમાં અમૃત ઉત્સવના ભવ્ય વારસા તરીકે સાક્ષી પુરશે. આ દિવસે વધુ એક કાર્યક્રમ માય યંગ ઈન્ડિયા, એટલે કે માયભારતનો શુભારંભ થશે. ત્યારે પીએમએ દેશના તમામ યુવાઓને MYBharat.Gov.in પર નોંધણી કરી વિવિધ કાર્યક્રમો માટે સાઇન અપ કરવા આહવાન કર્યું હતું. તો બીજી તરફ પ્રધાનમંત્રીએ ભારતે પેરા એશિયન ગેમ્સમાં 111 મેડલ જીતીને નવો માઈલસ્ટોલ હાંસલ કર્યાનું જણાવી તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા.
