પ્રધાનમંત્રી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું કરશે ઉદઘાટન
Live TV
-
સંચાર સુવિધા વધારવા તેમજ માળખાગત વિકાસને વધુ વેગ આપવા પીએમ ચેન્નાઇ અને પોર્ટબ્લેયરને આપશે મોટી ભેટ
દેશમાં માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નાઇ અને પોર્ટબ્લેયરને મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. આ મેદાની વિસ્તારમાં સંચાર સુવિધા વધારવા માટે પ્રધાનમંત્રી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું ઉદધાટન વિડિયો કોન્ફરન્સથી કરશે, જેનો ફાયદો પર્યટન ક્ષેત્રને મળશે. આ સબમરીન કેબલ પોર્ટબ્લેયર, લીટલ આંદામાન, કાર્નીકોબાર, કામોટા, ગ્રેટ-નિકોબાર, ગ્રેટ આયલેન્ડ, અને રંગટ સાથે જોડાશે. આ યોજનાની આધારશીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ 30 ડિસેમ્બર 2018ના રોજ રાખી હતી. શ્રેષ્ઠ દુરસંચાર અને કનેકટીવિટીથી પર્યટનને પ્રોત્સાહન મળશે. જેનાથી અર્થતંત્રને વધુ વેગ મળશે. સારી કનેકટીવીટીથી ટેલીમેડિસીન અને ટેલી એજ્યુકેશન જેવી ઇ-ગવર્નન્સ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે.
