બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર, 16 જિલ્લાના 83 લાખથી વધુ પ્રભાવિત
Live TV
-
બિહારમાં પૂરની સ્થિતિ હજીપણ ગંભીર છે. રાજ્યમાં ગંગા,કોસી અને બારામતી અને ગંડક નદી કેટલાક સ્થાને ખતરાના નિશાન ઉપર વહી રહી છે. રાજ્યના 16 જિલ્લાની 83 લાખ કરતાં વધુ વસતી પુર પ્રભાવિત છે. પાણીને કારણે ઉપજાઉ જમીન, ઘરો અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે.
બિહારમાં પૂરની સ્થિતિ હજીપણ ગંભીર છે. રાજ્યમાં ગંગા,કોસી અને બારામતી અને ગંડક નદી કેટલાક સ્થાને ખતરાના નિશાન ઉપર વહી રહી છે. રાજ્યના 16 જિલ્લાની 83 લાખ કરતાં વધુ વસતી પુર પ્રભાવિત છે. પાણીને કારણે ઉપજાઉ જમીન, ઘરો અને સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની 26 ટીમ રાહતકાર્યોમાં જોડાયેલી છે. આ દરમિયાન સોમવારે કોસી અને ગંડક બેરેજમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. બીજી તરફ ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં 1 હજાર 266 ગામો પૂરથી પ્રભાવીત છે. શારદા, રાપ્તી સરયું નદી ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત પહોચાડવા પૂર પ્રભાવિત જિલ્લાના અધિકારીઓને નિર્દેશ અપ્યા છે. રાજ્યમાં એનડીઆરએફની 15 ટીમ અને એસડીઆરએફની 7 ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ઉત્તરપ્રદેશ સરકારે 2000 રાહત શિબીરો ઉભી કરી છે. મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે પશ્ચિમ બંગાળ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ , છત્તીસગઢ , ઝારખંડ , પુર્વ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
