Skip to main content
Settings Settings for Dark

બિહાર: પૂરની સ્થિતિ ગંભીર બની, રાજ્યના 16 જિલ્લામાં 81 લાખ 44 હજાર લોકો પૂરથી પ્રભાવીત: ડિઝાસ્ટર મેનેજમેન્ટ

Live TV

X
  • બિહારમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર રાજ્યના 16 જિલ્લામાં 81 લાખ 44 હજાર લોકો પૂરથી પ્રભાવીત થયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મૃત્યુ થયા છે. પૂર ગ્રસ્ત વિસ્તારમાં 10 રાહત શિબિર ચલાવવામાં આવી રહી છે. જેમા 12 હજાર 500 લોકો આશરો મેળવી રહ્યાં છે. હાલમાં ગંડક, ગુરીગંડક, બાગમતી અને કોશી નદી અનેક સ્થળો ઉપર ભયજનક રીતે વહી રહી છે. જોકે તેમાં મોટા ભાગની નદીનું જળ સ્તર ઘટી રહ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી બિહારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો મહારાષ્ટ્રમાં વરસાદના પગલે ઘણા જળાશયનું જળસ્તર વધી ગયું છે અને અહી પૂરના જોખમની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેથી સંભવીત જિલ્લામાં વહિવટી તંત્ર હાઇએલર્ટ ઉપર છે. સાંગલીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદના કારણે કૃષ્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેથી આ કિનારા વિસ્તારમાં રહેતા લોકોને અધિકારીઓ દ્વારા સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદના પગલે બિંદુસાર ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. જેથી આ વિસ્તારના લોકોને સતર્ક કરવામાં આવ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply