બિહાર મંત્રીમંડળનું થયું વિસ્તરણ, JDUના 8 મંત્રીઓને રાજ્યપાલે શપથ લેવડાવ્યા
Live TV
-
બિહારમાં સત્તારૂઢ જનતાદળ યુનાઈટેડ ના કેટલાય ધારાસભ્યો સાંસદ બની જતાં ખાલી પડેલા મંત્રી પદને ભરવા માટે મુખ્યમંત્રી નિતિશ કુમારે આજે મંત્રીમંડળનું આજે વિસ્તરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતાની પાર્ટી જેડીયુના આઠ સભ્યોને મંત્રી બનાવ્યા છે.
જેમાં નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજત, અશોક ચૌધરી, બીમા ભારતી, સંજય ઝા, રામ સેવક સિંહ સહિતના લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં જેડીયુ ક્વોટાના આઠ મંત્રીઓને રાજ્યપાલ લાલજી ટંડને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી નિતિશ કુમાર અને ઉપ મુખ્યમંત્રી સુશિલ કુમાર મોદી ઉપસ્થિત રહ્યા હતા.
