સમગ્ર ઉ.ભારત ભીષણ ગરમીની ઝપેટમાં, નાગપુરમાં પારો 45 ડિગ્રીને પાર
Live TV
-
હાલ રાજ્યમાં ,આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. રાજ્યના લોકો ,ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે. નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા હિટવેવ જાહેર કરવામાં આવ્યું છે.
આ સાથે તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિન જરૂરી પ્રવાસ ટાળવો અને જો જરૂરી હોય તો , સાવચેતી સાથે પ્રવાસ કરવો. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લાં થોડા દિવસથી પંજાબ, હરિયાણ, ચંડ઼િગઢ, દિલ્લી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે.
રાજસ્થાનના ચુરૂમાં શનિવારે અત્યાર સુધીનું સૌથી વધુ 50.08 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 76 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. શનિવારે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.3 ડીગ્રી તાપમાન જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 44.5 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ.
