બ્રિક્સના દેશોએ આતંકવાદના તમામ રૂપની નિંદા કરી
Live TV
-
જળવાયુ પરિવર્તનના મુદ્દે પ્રભાવી કદમ ઉઠાવવા માટે વિકાસશિલ દેશોને સમર્થન કરવા વિકસિત દેશોને કરી અપીલ
સંયુક્ત રાષ્ટ્ર માહસભાની બેઠકથી અલગ વિદેશમંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્કમાં બ્રિક્સની મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લીધો હતો. બ્રિક્સ પાંચ દેશોનો એક સમુહ છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. આ બેઠકમાં બધા મંત્રીઓએ આતંકવાદ અને તેના તમામ સ્વરૂપોના કડક વિરોધને દોહરાવ્યો હતો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આતંકવાદ વિરૂધ્ધ પ્રભાવી લડાઈ સુનિશ્ચિત કરવા એક વ્યાપક દૃષ્ટિકોણ જરૂરી છે. બેઠક બાદ વિદેશમંત્રી એ કહ્યું કે, આજે આતંકવાદને ખાળવામાં જાણી જોઈને વિક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આતંકવાદના તમામ રૂપને સમાપ્ત કરવા ક્ષેત્રીય સહયોગ અને અસ્તિત્વ એક પૂર્વ શરત છે. સાર્ક દેશના વિદેશમંત્રીઓની બેઠકને વિદેશમંત્રી એસ. જયંશકરે સંબોધન કર્યું હતું
