બ્રિટને ખાલિસ્તાન તરફી ઉગ્રવાદનો સામનો કરવા દેશની ક્ષમતા વધારવા માટે નવા ફંડની જાહેરાત કરી
Live TV
-
ખાલિસ્તાન તરફી ઉગ્રવાદનો સામનો કરવા માટે બ્રિટનની ક્ષમતા વધારવા માટે બ્રિટનના સુરક્ષા મંત્રી ટોમ તુગેન્ધતે નવા ફંડની જાહેરાત કરી છે. તુગેન્ધતે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકર સાથેની બેઠક દરમિયાન આ માહિતી આપી હતી. યુકેમાં ખાલિસ્તાની સમર્થકોની તાજેતરની ગતિવિધિઓને લઈને ભારતમાં વધી રહેલી ચિંતાઓ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે. ટોમ તુગેન્ધતે સુરક્ષાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા અને G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરીય બેઠકમાં ભાગ લેવા માટે ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમણે કહ્યું હતું કે, નવી વ્યવસ્થા ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે સરકારની સમજને વધારશે. બ્રિટનના સુરક્ષા મંત્રી ટોમ તુગેન્ધતે કહ્યું હતું કે, તે ભારત અને યુકે વચ્ચેની ઊંડી અને કાયમી મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી તરીકે, ભારત-યુકે સંબંધોને વિકસાવવા માટે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં અમારી પાસે ઘણી તકો છે.
