સંસદમાં આજે 'સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023' અને 'ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023' પસાર થયા
Live TV
-
સંસદમાં આજે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023 અને ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023 પસાર કરવામાં આવ્યું હતું. લોકસભાએ આ બિલોને ચર્ચા કર્યા વિના અવાજ મતથી પસાર કરી દીધા હતા. રાજ્યસભાએ પણ આ ખરડા ધ્વનિ મતથી પસાર કર્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બિલો રજૂ કર્યા હતા. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023 સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017માં સુધારો કરવા માટે લાવવામાં આવ્યું છે. ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023 ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 2017માં સુધારો કરશે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023 ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન મની ગેમિંગ અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સાથે સંબંધિત છે.
ઈન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2023નો હેતુ ઓનલાઈન માહિતી અને ડેટા એક્સેસ અને પુનઃપ્રાપ્તિ સેવાઓની વ્યાખ્યામાંથી ઓનલાઈન મની ગેમિંગને બાકાત રાખવાનો છે. ગયા મહિને મળેલી GST કાઉન્સિલની 50મી બેઠકમાં કેસિનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સની ભલામણ કરવામાં આવી હતી.
