ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનો આજે બીજો દિવસ
Live TV
-
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનો આજે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત ચૂંટણી સમિતિના તમામ સભ્યો ભાગ લીધો હતો. ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં પશ્રિમ બંગાળની લગભગ 60 ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. બેઠકમાં આજે પશ્રિમ બંગાળ, આસામ,તમિલનાડુ,કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદીને અંતિમરૂપ આપવામાં આવશે. ગુરૂવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસ સ્થાને બંગાળ કોર કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બંગાળ ચૂંટણીના પ્રથમ અને બીજા ચરણના ઉમેદવારોના નામ ફાઇનલ કરાયા છે. અગાઉ આસામને લઇને બુધવારે રાત્રે બેઠકો ચાલી હતી. જે.પી નડ્ડાના નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં હતાં. આ ઉપરાંત બંગાળના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય, પ્રદેશ અધ્યક્ષ દિલીપ ધોષ, શુભેન્દુ અધિકારી, મુકુલ રોય, રાહુલ સિન્હા,શિવપ્રકાશ, અને અમિત માલવિયા સામેલ છે.
