ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં સભ્યપદ મળ્યું
Live TV
-
સુષ્મા સ્વરાજે કર્યુ ટ્વીટ , ભારતને 193 માંથી 188 મત મળ્યા
માનવ અધિકાર આયોગના 25 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીએ ડાક ટિકિટ જાહેર કરીને કહ્યું કે, દેશમાં માનવ અધિકાર પરંપરાથી મૌજુદ છે અને કેન્દ્રની યોજના જન સમાન્યના અધિકારીને સુનિશ્ચિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે દરેક લોકોને અધિકાર આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કહ્યું કે, સતત વિકાસનું લક્ષ હાંસલ કરવામાં સરકારના પ્રયાસમાં NHRCની ભૂમિકા મહત્વની છે. ભારતને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં સભ્યપદ મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ટ્વીટ કરી કહ્યું કે, સ્પર્ધામાં સામેલ તમામ દેશોમાં સૌથી વધુ મત મળ્યા છે.
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ટ્વીટ
I am happy to inform that India has been elected to the United Nations Human Rights Council with highest number of votes. We have secured 188 votes out of 193. @SushmaSwarajવિદેશમંત્રી સુષ્મા સ્વરાજ શુક્રવારે તરેકીસ્તાનના દુશાંભેમાં આયોજિત 29માં સંઘાઈ સંયુક્ત સંગઠનમાં ભાગ લીધો છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આતંકવાદ વિકાસ અને સમૃદ્ધિના માર્ગમાં સૌથી મોટું જોખમ છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારત પ્રથમવાર કાઉન્ટર ટેરેરીઝમ એક્સેસાઈઝમાં ભાગ લઈ રહ્યું છે. ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થપાય તે માટે કૃતનિશ્ચયી છે. જેના પગલે તરેકીસ્તાન શાંતિપૂર્ણ, સલામત , સ્થિર અને આર્થિક મજબૂત રાષ્ટ્ર બની શકશે. આ માટે અમે અફઘાનિસ્તાન SCO કોન્ટેકટ જૂથના પ્રોટોકોલના પ્રયત્નને આવકારીએ છીએ. ભારત પરત ફરતા પહેલા સુષ્મા સ્વરાજ તેમના સન્માનમાં આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બે દેશ વચ્ચેના ઘનિષ્ઠ સાંસ્કૃતિક સબંધો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમ હિન્દી અને સંસ્કૃત ભાષામાં રજૂ થયો હતો
