Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્થાપના દિવસના રજત જ્યંતિ સમારોહમાં પ્રધાનમંત્રીએ ભાગ લીધો

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્થાપના દિવસના રજત જ્યંતિ સમારોહમાં ભાગ લીધો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સ્થાપના દિવસના રજત જ્યંતિ સમારોહમાં ભાગ લીધો હતો. જેમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ માનવ અધિકાર આયોગનાં અધ્યક્ષ એચ. એલ દત્તુ સહિત  અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે પ્રધાનમંત્રીએ  એક ટપાલ ટિકિટ અને એક વિશેષ કવર પણ બહાર પાડ્યું હતું. તેમજ NHRCનાં નવા સંસ્કરણની વેબસાઇટનું પણ  લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા  દરેક સામાન્ય માણસને સશક્ત કરવા માટે  કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું  કે કેન્દ્ર સરકાર સામાન્ય માણસના અધિકારોનું સશક્તિકરણ કરવા માટે  કટિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના  અને જનધન યોજના સહિતની અનેક યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો  અને કહ્યું હતું  કે આ યોજનાઓનો લાભ મેળવીને  લોકો સશક્ત બની રહ્યાં છે. સામાન્ય માનવને  અને સ્ત્રીઓને સશક્ત બનાવવા માટેના અભિયાન  હજુ યથાવત રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply