Skip to main content
Settings Settings for Dark

મી ટૂ કેમ્પેઇનને લઈ હવે કેન્દ્ર સરકાર પણ સક્રિય બની

Live TV

X
  • મહિલાઓ સામે કામકાજના સ્થળે જાતીય અત્યાચાર પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો

    મી ટૂ કેમ્પેઇનને કારણે  અનેક પિડીત મહિલાઓ બહાદૂરીપૂર્વક જાહેરમાં આવી રહી છે તેમજ પોતાની ઉપર થયેલા જાતીય શોષણની ઘટનાઓને ઉજાગર કરી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર પણ  સક્રિય બની ગઇ છે. મહિલાઓ સામે કામકાજના સ્થળે  જાતીય અત્યાચાર પર લગામ કસવા માટે  કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. SHE-BOX પોર્ટલની રચના કરીને  કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ દ્વારા  મહિલાઓ માટે આ અંગેની કોઇપણ ફરિયાદ  તેમાં કરવા કહ્યું છે. આ મામલે મેઇલ ટ્વીટ કરીને પણ  પોતાની ફરિયાદ કરી શકે છે. જે ફરિયાદને યોગ્ય સત્તાધિશોને પહોંચાડવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ  દેશની તમામ મહિલાઓને ભયમુક્ત બનીને ફરિયાદ કરવા અપીલ કરી છે. સરકારે આ માટે  http/www.shebox.nic.in  તેમજ min-wed[at]nic[dot]in પર  મેઇલ કરવા પણ જણાવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply