ભારતમાં પોતાનાં રોકાણો-ઉત્પાદનો શરૂ કરવા માંગતી જાપાનીઝ કંપનીઓનાં 70 સભ્યોનું ડેલીગેશન ધોલેરા S.I.R. ની મુલાકાતે
Live TV
-
ભારતમાં પોતાનાં રોકાણો-ઉત્પાદનો શરૂ કરવા માંગતી જાપાનીઝ કંપનીઓનાં 70 સભ્યોનું ડેલીગેશન ધોલેરા S.I.R. ની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વર્લ્ડ ક્લાસ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે આપેલા આગવા વિઝનને અનુરૂપ ધોલેરામાં ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી 920 સ્ક્વેર કિલોમીટરમાં વિકસાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્તમ કનેક્ટીવીટી, ઈન્ટરનેશનલ એરપોર્ટ, ફોર લેન એક્સ્પ્રેસ વે અને વિશાળ સોલાર પાર્ક જેવી શ્રેષ્ઠ સુવિધાઓનો અહીં વિકાસ થઈ રહ્યો છે તે સંદર્ભમાં ભારતમાં પોતાનાં રોકાણો-ઉત્પાદનો શરૂ કરવા માંગતી જાપાનીઝ કંપનીઓનાં 70 સભ્યોનું ડેલીગેશન ધોલેરા S.I.R. ની મુલાકાતે આવ્યું હતું. આ સમયે જાપાનીઝ ડેલિગેશનને જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાની પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને કનેક્ટિવિટી સાથે, ધોલેરા SIR જાપાનીઝ કંપનીઓને ભારતમાં તેમનો વ્યાપ વધારવા માટે એક આદર્શ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પ્રદાન કરશે.
