Skip to main content
Settings Settings for Dark

ભારતીય નાગરિકોને મલેશિયામાં ફરવા માટે હવે નથી વિઝાની જરૂર

Live TV

X
  • મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહીમે ભારતીય પ્રવાસીઓને ધ્યાને રાખી મોટી જાહેરાત કરી છે.

    મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહીમે ભારતીય પ્રવાસીઓને ધ્યાને રાખી મોટી જાહેરાત કરી છે. ભારતના લોકોને મલેશિયા જવા માટે વિઝા ફ્રી ટ્રાવેલ આપવામાં આવશે.આનો અર્થ એ થયો કે કોઈપણ ભારતીયને 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર પડશે નહીં. હાલમાં જ શ્રીલંકા અને થાઈલેન્ડ પછી મલેશિયા ત્રીજો એશિયાઈ દેશ છે જેણે ભારતના નાગરિકોને વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા આપી છે. 

    આ અંગે જાહેરાત કરતાં પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમે કહ્યું કે ચીનના નાગરિકોને જે નિયમો લાગુ પડે છે તે જ ભારતના નાગરિકોને લાગુ પડશે.  ભારતીય અને ચીનના નાગરિકોને સુરક્ષા મંજૂરી પછી જ વિઝા મુક્તિ મળશે. જે લોકોનો ગુનાહિત રેકોર્ડ હોય અથવા હિંસાનો ડર હોય તેમને વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply