ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે યુક્રેઈન કુસ્તી સ્પર્ધામાં જીત્યો સુવર્ણચંદ્રક
Live TV
-
ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે યુક્રેઈનમાં યોજાયેલ યુક્રેઈન કુસ્તી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે. સ્પર્ધાની ફાઈનલમાં વિનેશ ફોગટે વિશ્વમાં સાતમો ક્રમાંક ધરાવતી બેલારૂસની ખેલાડીને પરાજય આપીને સુવર્ણચંદ્રક જીતી લીધો છે. એશિયન ગેઈમ્સ અને કોમનવેલ્થ રમતોમાં સુવર્ણચંદ્રક જીતનાર વિનેશ ફોગટે સ્પર્ધાની સેમીફાઈનલમાં રોમાનિયાની એનાને પરાજય આપીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટાઇટલ મેચમાં વિનેસે 2017ની વિશ્વ ચેમ્પીયન વનેસા કાલાદજિંસ્કાયાને 10-8 થી હરાવી હતી. મહિલાઓની 53 કિલોગ્રામ વજન વર્ગમાં પ્રથમથી ટોકિયો ઓલીમ્પીકમાં પ્રવેશ મેળવી ચુકેલી વિનેશ આજ કક્ષામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
