ભારતીય વાયુસેનામાં 8 અપાચે હેલિકોપ્ટર સામેલ
Live TV
-
અપાચે અત્યંત આધુનિક અને શક્તિશાળી, વાયુદળ બન્યું વધુ મજબૂત
ભારતીય વાયુસેનાની ક્ષમતા ,ફરી વધુ મજબૂત બની છે. વાયુસેનામાં ,આજે આઠ અપાચે ,લડાયક હેલિકોપ્ટર ,સામેલ કરવામાં આવ્યા છે. જેનાથી ,ભારતીય વાયુસેનાની તાકાત ,વધુ ઘાતક બની છે. વાયુ સેનાના વડા, બી.એસ.ધનોઆની ઉપસ્થિતિમાં ,પઠાણકોટ એરબેઝ પર ,ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા ,વધારવા માટે ,અમેરિકામાં નિર્મિત અપાચે ,AH-64E લડાયક હેલિકોપ્ટરનો ,સમાવેશ કરાયો છે. આ સાથે, ભારત અપાચે ઉડાવનારો ,દુનિયાનો 16મો દેશ બન્યો છે. ભૂતકાળમાં ,અમેરિકાની સેના, તેનો ઉપયોગ કરી ચુકી છે. પઠાણકોટ એરબેઝ ખાતે ,એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ ,અને વેર્સ્ટન એર કમાન્ડર એર માર્શલ આર.નાકલીયાર ,અપાયે હેલિકોપ્ટરની પૂજા વિધિમાં ,ઉપસ્થિત રહ્યા હતા
