ભારત અને ચીન આજે મોલદોમાં કોર કમાન્ડર સ્તરની 10મી બેઠકની વાતચીત કરશે
Live TV
-
ભારત અને ચીન આજે મોલદોમાં કોર કમાન્ડર સ્તરની 10મી બેઠકની વાતચીત કરશે. મોલદો વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફ આવેલું છે. બન્ને દેશો વચ્ચે પેંગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણી મેદાની વિસ્તારથી પોતાનું સૈન્ય પાછું હટાવ્યાં બાદ અન્ય સ્થળેથી સેનાને પાછળ ખસેડવા અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. સૈન્ય અને કૂટનીતિ સ્તર પર સતત ચર્ચા વિચારણા બાદ ભારતીય સેના અને ચીનની પીપલ્સ લીબરેશન આર્મીના જવાનોને વાસ્તવિક નિયંત્રણ રેખાથી પાછળ હટાવવા સંમતિ સધાઈ હતી. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કેટલાક સમય પહેલાં કહ્યું હતું કે ચીન સાથે વાતચીત દરમિયાન ભારતની રણનીતિ અને દ્રષ્ટિકોણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન ઉપર આધારિત હતો કે ભારત કોઇને પણ પોતાની એક ઇંચ જમીન લેવાની પરવાનગી આપશે નહીં.
