ભારત અને શ્રીલંકા વચ્ચે બે સંમતિ પત્ર ઉપર કરાર
Live TV
-
600 ઘરોનું નિર્માણ દક્ષિણ અને ઉત્તર પ્રાંતમાં કરવામાં આવશે
ભારત અને શ્રીલંકા વચ્ચે બે સંમતિ પત્ર ઉપર કરાર થયા છે, તે અનુસાર ભારત દ્વારા ફાળવવામાં આવેલ 60 કરોડ રૂપિયાની શ્રીલંકા મુદ્રાની સહાયતાથી 50 મોડલ ગામમાં 1200 ઘરોનું નિર્માણ થશે. આ સાથે શ્રીલંકા અને ભારતના સહયોગથી મોડલ ગામ ગૃહ કાર્યક્રમ હેઠળ 100 મોડલ ગામોમાં ઘરોની સંખ્યા 2400 થઈ છે. કરાર અનુસાર 600 ઘરોનું નિર્માણ દક્ષિણ અને ઉત્તર પ્રાંતમાં કરવામાં આવશે. આ પરિયોજનાનો ઉદ્દેશ ઓછી આવક વાળા જમીન વિહોણા અને બેઘર લોકોને મદદ પહોંચાડવાનો છે. યોજના અનુસાર પ્રત્યેક લાભાર્થીને હપ્તામાં પાંચ લાખ રૂપિયાની શ્રીલંકન મુદ્રા ઉપલબ્ધ કરાવાશે.
