Skip to main content
Settings Settings for Dark

ભારત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓના કારણે ચિંતિંત :કેન્દ્રીય નાણામંત્રી

Live TV

X
  • ભારતનું અર્થતંત્ર આ વર્ષે છ ટકાનો વિકાસદાર જાળવી રાખે તેવી સંભાવના હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ભૌગોલિક – રાજકીય પરિસ્થિતિઓના કારણે ચિંતિંત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વિકાસ સમિતિની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતુ કે વિશ્વ બેન્કે ગરીબીથી મુક્ત વિશ્વના પોતાના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસમાવેશ ટકાઉપણાની પધ્ધતિથી સમૃધ્ધિની વહેંચણીને પ્રોત્સાહન આપવું જોઈએ.

    નાણા મંત્રી નિર્મલા સીતારમણ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) - વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા પહોચ્યા હતા. આ બેઠક સોમવારથી વોશિંગ્ટન ડીસીમાં IMF હેડક્વાર્ટરમાં થવાની છે. જેમાં  વિશ્વભરના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકર્સ હાજર રહેશે. આ બેઠક ઉપરાંત  તેઓ જી-20 દેશોના તેમના સમકક્ષો અને અન્ય પ્રતિનિધિમંડળોના વડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે.

    નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આ મહિનાની 12મી તારીખે બીજી G-20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની  બેઠકની સંયુક્ત અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં G-20 સભ્યો 13 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોના લગભગ 350 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે. જ્યાં તેઓએ બ્રિક્સ નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નર્સની બેઠકમાં ભાગ લીધો હતો. દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં 2023 માટે બ્રિક્સ નાણાં એજન્ડા પર ચર્ચા કરવા માટે આ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન નાણામંત્રીએ વૈશ્વિક વ્યાપક આર્થિક વિકાસ, વૈશ્વિક આર્થિક પડકારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નાણા પોષણ અને સીમાશુલ્ક અને કર સહયોગના મુદ્દા પર ભારતના વિચારો રજૂ કર્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ભારતનો રોડમેપ વ્યાપક વિકાસ અને નવી નાણા પોષણ વિધિઓ પર ધ્યાન આપવા સાથે નબળા સમૂહો માટે સર્વ સમાવેશી કલ્યાણ પર આધારિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેંક આઈએમએફ 2023ની વિકાસ સમિતિની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા માટે આ વર્ષનો અંદાજિત વિકાસદર 6 ટકાથી વધુ હોવા છતાં ભારત વૈશ્વિક આર્થિક દ્રષ્ટિકોણ અને ભૂ-રાજનીતિક માહોલને લઈને ભારત ચિંતિત છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply