ભારત કોરોના અપડેટ: કોરોનાના નવા 64,553 કેસ નોંધાયા; વધુ 1007નાં મૃત્યુ
Live TV
-
ભારતમાં ગઇકાલે કોરોના વાઇરસના 64,553 નવા કેસ સામે આવ્યા અને 1,007 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા, તો 55,573 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે.. આ સાથે જ દેશમાં કુલ કેસનો આંકડો 24 લાખ 61 હજારને પાર પહોંચ્યો છે...જેમાંથી 17.51 લાખ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે..તો કુલ 48,040 દર્દીઓના મૃત્યુ થયા છે...દેશમાં હાલ 6 લાખ 61 હજાર 595 કેસ સક્રિય છે...
રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 71.17 ટકા પર પહોંચ્યો છે, તો મૃત્યુદર ઘટીને 1.95 ટકા પર છે... દેશમાં ગઇકાલે રેકોર્ડબ્રેક 8.48 લાખથી વધુ ટેસ્ટ થયા, આ સાથે જ 13 ઓગસ્ટ સુધી દેશમાં કુલ ટેસ્ટનો આંકડો 2.76 કરોડને પાર પહોંચ્યો છે...મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં દેશમાં દરરોજ 6 હજાર જ ટેસ્ટ થતા હતા..કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, આગામી એક-બે મહિનામાં આપણે કોરોના વાયરસ સામેની જંગને બહુ બધા મોરચા પર જીતી ચૂક્યા હોઇશું
